Shardiya Navratri 2026 : મોટા અંબાજીમાં નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ, કોરિડોરનું કામ ચાલુ હોવા છતાં ચાચર ચોકમાં યોજાશે ગરબા



Shardiya Navratri 2026 Banskantha Ambaji Mandir
Shardiya Navratri 2026 : મોટા અંબાજીમાં નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ, કોરિડોરનું કામ ચાલુ હોવા છતાં ચાચર ચોકમાં યોજાશે ગરબા



Shardiya Navratri 2026 Banskantha Ambaji Mandir
Shardiya Navratri 2026 : 11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિર અને ચાચર ચોકમાં ભક્તિમય માહોલ જોવા મળશે. કોરિડોરનું કામ ચાલુ હોવા છતાં નવરાત્રિ દરમિયાન ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવશે.
નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે 11 ઓક્ટોબરના રોજ સવારે 9:00થી 10:30 કલાક દરમિયાન ઘટસ્થાપનાની વિધિ યોજાશે. નવરાત્રિ પર્વ દરમિયાન દુર્ગાષ્ટમી અને આસો પૂનમના દિવસે સવારની આરતી સવારે 6:00 કલાકે કરવામાં આવશે. આઠમના દિવસે જવેરાનું ઉત્થાપન પણ કરવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન ભક્તોને મંદિરમાં ત્રણ વખત આરતીનો લાભ મળશે
દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 7:30થી 8:00 કલાક દરમિયાન આરતી રહેશે. ત્યારબાદ સવારે 8:00થી 11:30 અને બપોરે 12:30થી 4:15 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે. સાંજના સમયે 6:30થી 7:00 કલાક દરમિયાન આરતી યોજાશે અને ત્યારબાદ 7:00થી 9:00 કલાક સુધી દર્શનનો સમય રહેશે. દર્શન પૂર્ણ થયા બાદ ચાચર ચોકમાં માતાજીની આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ગરબાના કાર્યક્રમનો પ્રારંભ થશે.
આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓ અંબાજી પહોંચે તેવી શક્યતા છે. નવરાત્રિ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ભક્તોને દર્શન, આરતી અને ગરબા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
કોરિડોરનું કામ ધમધમાટ ચાલી રહ્યું છે
હાલમાં અંબાજી મંદિરના મુખ્ય દ્વારની સામે કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે એક રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાર્કિંગની વ્યવસ્થા પણ વૈકલ્પિક સ્થળે ખસેડવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા ભક્તોની અવરજવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વૈકલ્પિક માર્ગો અંગે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
કોરિડોરના ચાલી રહેલા કામ વચ્ચે પણ નવરાત્રી મહોત્સવની પરંપરાગત ઉજવણીમાં કોઈ અડચણ ન આવે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 11 ઓક્ટોબરથી અંબાજીમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થતાં ચાચર ચોક માતાજીની આરતી અને ગરબાથી ભક્તિમય બની જશે. લાખો ભક્તોની સંભવિત હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા, દર્શન, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





