નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી તાલાટી-મંત્રી અને તેના સાગરીતને ₹40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. NOC અને અન્ય દસ્તાવેજો તૈયાર કરવા માટે લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવતા ACBએ કાર્યવાહી કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.