અમદાવાદમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો શુભારંભ

અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS મંદિરમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ના શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો, જ્યારે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
Rahul Desai
Rahul Desai
અમદાવાદમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો શુભારંભઅમદાવાદમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો શુભારંભ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો શુભારંભ કર્યો હતો. અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમ દરમિયાન યુવાનોને નશાથી દૂર રહી સકારાત્મક જીવનશૈલી અપનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાનનો મુખ્ય હેતુ યુવા શક્તિને નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રેરિત કરવાનો અને જનભાગીદારી દ્વારા સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવવાનો છે.