અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS મંદિરમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ના શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો, જ્યારે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.