ખેડા જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવ સાથે ઉજવણી, સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ખેડા જિલ્લામાં આજે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, જ્યાં ભાવિકોએ મુખ્ય ગાદિપતિ રામદાસજી મહારાજના આશીર્વાદ સાથે દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
Rahul Desai
Rahul Desai
ખેડા જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવ સાથે ઉજવણી, સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂરખેડા જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવ સાથે ઉજવણી, સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

ખેડા: ખેડા જિલ્લામાં આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવારની આસ્થા અને શ્રદ્ધા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ નડિયાદ સ્થિત સંતરામ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

સંતરામ મંદિરમાં મુખ્ય ગાદિપતિ રામદાસજી મહારાજની નિશ્રામાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. ભક્તોએ મંદિરમાં પ્રગટેલી દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આ ઉપરાંત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કંઠી ધારણ કરી આધ્યાત્મિક આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સવારે સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં પાદુકા પૂજનનો વિશેષ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાયો હતો.

સમગ્ર સંતરામ મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ છવાયું હતું અને ગુરુપૂર્ણિમાના પર્વે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.