ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ખેડા જિલ્લામાં આજે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, જ્યાં ભાવિકોએ મુખ્ય ગાદિપતિ રામદાસજી મહારાજના આશીર્વાદ સાથે દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.