
ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નડિયાદ સહિત અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Kheda News: ક્ષત્રિય યુવાનના મોત પર રહસ્યના વાદળો સર્જાયા છે. મહેમદાવાદના સોજાલી ગામમાં 29 વર્ષીય યુવકના મોત બાદ રહસ્ય ઘેરાયું છે. ગત તારીખ 14 જૂનના રોજ ભરત ચૌહાણની લાશ પહાડ ગામની સીમમાં રેલવે ટ્રેક પાસેથી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે યુવાનનું ટ્રેનની અડફેટે એટલે કે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતકનો પરિવાર પોલીસ કાર્યવાહીથી નાખુશ છે અને તેમના દીકરાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.