માંજલપુર પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ છલકાયો, વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતારો



માંજલપુર પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ છલકાયો, વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતારો



વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરૂ થતાં જ વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી હતી અને લોકોએ લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
યુવા, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા. મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિશેષ ઉત્સુકતા જોવા મળી હતી.
આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ પણ પોતાના પરિવાર સાથે વહેલી સવારે મતદાન મથકે પહોંચી કિંમતી મતનો ઉપયોગ કર્યો હતો. તેમણે તમામ મતદારોને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવાની અપીલ કરી હતી.
ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર સુરક્ષા અને જરૂરી તમામ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને મતદાનની ટકાવારીમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





