
Aravalli: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામે વાત્રક નદીમાંથી એક આધેડ શ્રમિકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતક રાજસ્થાનથી મજૂરી અર્થે અહીં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપને પગલે ચકચાર મચી છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અરવલ્લી જિલ્લામાં ભાડા કરાર પર ટ્રેક્ટર લેવાના કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. LCB, માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં પોલીસે કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખેડૂતો પાસેથી ભાડા કરાર પર ટ્રેક્ટરો મેળવ્યા બાદ તેને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સસ્તા ભાવે વેચી દેતા હતા.