Get News Alerts

Never miss breaking news updates.

લંડનના સાઉથહોલમાં ચાકુ હુમલો, 26 વર્ષીય ભારતીય યુવકનું મોત; પોલીસ તપાસ શરૂ

લંડનના સાઉથહોલ વિસ્તારમાં ચાકુથી થયેલા હુમલામાં 26 વર્ષીય ભારતીય મૂળના યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ છે. નૉર્થ રોડ પાસે દુકાન બહાર બનેલી આ ઘટનાએ સ્થાનિક પોલીસને હચમચાવી મૂકી છે અને હત્યાના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 Jun 2026 03:09 PM IST
લંડનના સાઉથહોલમાં ચાકુ હુમલો, 26 વર્ષીય ભારતીય યુવકનું મોત; પોલીસ તપાસ શરૂલંડનના સાઉથહોલમાં ચાકુ હુમલો, 26 વર્ષીય ભારતીય યુવકનું મોત; પોલીસ તપાસ શરૂ

લંડન લંડનના સાઉથહોલ વિસ્તારમાં ચાકુથી હુમલાની એક ગંભીર ઘટનામાં 26 વર્ષીય ભારતીય મૂળના યુવકનું મોત થયું છે. મૃતકની ઓળખ ગુરભેજ સિંહ તરીકે થઈ છે.

મેટ્રોપોલિટન પોલીસે માહિતી આપતાં જણાવ્યું કે નૉર્થ રોડ અને ડોર્મર્સ વેલ્સ લેનના જંકશન નજીક એક દુકાન બહાર અંદાજે રાત્રે 12:30 વાગ્યે આ હુમલો થયો હતો. ઘટના સ્થળે બે ઘાયલ પુરુષો મળી આવ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ ગુરભેજ સિંહને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા લગભગ 30 વર્ષીય યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.

પોલીસે આ કેસમાં હત્યાના શંકાસ્પદ તરીકે 20થી 30 વર્ષની વયના સાત પુરુષોને અટકાયત કરી હતી. તપાસ બાદ તેમાંના છને કોઈ કાર્યવાહી વગર છોડવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે અને તેને ફરી હાજર થવાનું રહેશે.

પોલીસે જણાવ્યું છે કે હજુ સુધી હુમલાનું કારણ સ્પષ્ટ થયું નથી અને તમામ સંડોવાયેલા લોકોની ઓળખ માટે તપાસ ચાલુ છે. સાથે જ તપાસ અધિકારીઓએ જનતાને અપીલ કરી છે કે જો કોઈ પાસે ઘટનાથી જોડાયેલા CCTV ફૂટેજ અથવા માહિતી હોય તો તે પોલીસને આપે, જેથી તપાસમાં મદદ મળી શકે.

ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર એલિસન ફોક્સવેલે જણાવ્યું કે પોલીસ આ દુઃખદ મોતની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.