ખેડા લવજેહાદ કેસમાં 8 આરોપીની ધરપકડ, એક ફરાર



ખેડા લવજેહાદ કેસમાં 8 આરોપીની ધરપકડ, એક ફરાર



Kheda Police: ખેડામાં 9 વિધર્મી યુવકોએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી 3 વર્ષ સુધી આચર્યું સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, 17 વર્ષીય સગીર દીકરીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અન્ય મિત્રોએ પણ ભેગા મળીને છેલ્લા ત્રણ વર્ષથી સગીરા પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
આ મામલે પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. તમામ આરોપીઓને લઈને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે માગ કરવામાં આવી હતી.
મુખ્ય આરોપી પરવેઝ અનવરખાન ઉર્ફે મુનાવરખાન પઠાણે આજથી આશરે બે વર્ષ પહેલાં આ સગીર દીકરીને મીઠી-મીઠી વાતોમાં ફોસલાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે પરવેઝ અને અન્ય 8 શખ્સોએ ભેગા મળીને દીકરીનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. આ નરાધમોએ હદ વટાવતા સગીરાના આપત્તિજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા.
સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને દીકરીને ડરાવવામાં આવતી હતી. વર્ષ 2023ના રમઝાન માસથી લઈને 2025ના સમયગાળા દરમિયાન આ શખ્સો સગીરાને બ્લેકમેલ કરી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી સામૂહિક દુષ્કર્મ આચરતા રહ્યા હતા.
સગીરા પર વીતી રહેલા આ અમાનવીય અત્યાચારની જાણ આખરે તેના પરિવારને થતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે હિંમત દાખવી તાત્કાલિક સ્થાનિક હિન્દુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો. સંગઠનોના હોદ્દેદારો અને પરિવારે સાથે મળીને ખેડા પોલીસનો આશરો લીધો હતો અને ન્યાયની માગ કરી હતી.
ખેડા ટાઉન પોલીસે આ ગંભીર બાબતે ત્વરિત એક્શન લેતાં તમામ 9 વિધર્મી આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 64(2)(m), 65(1), 70(2), 351(2), 352, 61(2), 3(5) અને પોક્સો (POCSO) એક્ટની કલમ 3(a), 4, 5(g)(l), 6 મુજબ ગુનો દાખલ કર્યો છે.
આરોપીઓના નામ
૧. પરવેઝ અનવરખાન ઉર્ફે મુનાવરખાન પઠાણ (મુખ્ય આરોપી)
૨. માહિર પઠાણ
૩. ફૈઝાન પઠાણ
૪. તૌફીક પઠાણ
૫. સાહીલ પઠાણ (ફરાર)
૬. અયાન પઠાણ
૭. મોઇન પઠાણ
૮. મારૂફ પઠાણ
૯. સલમાન આરીફખાન પઠાણ




