
Amreli News: અમરેલી જિલ્લાના લાઠી સબ-ડિવિઝન હેઠળ આવતા લાઠી, દામનગર અને બાબરા પોલીસ મથકો દ્વારા વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની કાર્યવાહી હેઠળ નાશ કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ્રોલ ખાતે પોલીસની હાજરીમાં ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે ₹25.92 લાખની કિંમતના દારૂનો નિકાલ કરવામાં આવ્યો.

ખેડા જિલ્લામાં પ્રોહીબીશન અમલ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નડિયાદ ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 41 કેસોમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂના વિશાળ જથ્થાનો આજે બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો. કુલ 30,234 બોટલોનો નાશ કરી અંદાજિત ₹90 લાખના દારૂના જથ્થાને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પોલીસ અધિકારીઓ અને મામલતદારની ઉપસ્થિતિમાં કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે પોલીસે અને નશાબંધી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો કાયદેસર નાશ કર્યો છે. ધંધુકા, ધોલેરા અને બગોદરા પોલીસ સ્ટેશનના કેસોમાં ઝડપાયેલ કુલ 93 હજારથી વધુ બોટલો ડમ્પિંગ સાઈટ પર નષ્ટ કરવામાં આવી હતી.