Get News Alerts

Never miss breaking news updates.

કઠલાલમાં પૂર્વ MLAના ભત્રીજાનો આત્મહત્યાનો પ્રયાસ, BJPના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ

Kathlal MLA Controversy: ખેડા જિલ્લાના કઠલાલમાં એક યુવકે ઝેરી પદાર્થ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે કઠલાલની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે.
Admin
AdminUpdated on: 17 Jun 2026 06:22 PM IST
કઠલાલમાં પૂર્વ MLAના ભત્રીજાનો આત્મહત્યાનો પ્રયાસ, BJPના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપકઠલાલમાં પૂર્વ MLAના ભત્રીજાનો આત્મહત્યાનો પ્રયાસ, BJPના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ

Kathlal MLA Controversy: ખેડા જિલ્લાના કઠલાલમાં એક યુવકે ઝેરી પદાર્થ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે કઠલાલની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, જીગ્નેશ ડાભી નામના યુવકે કોઈ ઝેરી પદાર્થ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જીગ્નેશ ડાભીની પત્ની હાલમાં કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપમાંથી ચૂંટાયેલા સભ્ય છે. જ્યારે તેમના પિતા પ્રવીણ ડાભી કઠલાલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમના કાકા કનુભાઈ ડાભી કઠલાલના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ ઘટના બાદ જીગ્નેશ ડાભીના પિતા પ્રવીણ ડાભીએ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના પીએ યશરાજ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેના કારણે પરિવાર ભારે માનસિક તણાવમાં મુકાયો હતો.

પ્રવીણ ડાભીનો આક્ષેપ છે કે, તેમના દીકરા જીગ્નેશને ફોસલાવી ધારાસભ્યના પીએ યશરાજે ઓડિયો રેકોર્ડ કર્યો હતો અને ત્યારબાદ તે વાયરલ થતાં પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું.

પ્રવીણ ડાભીએ જણાવ્યું હતું કે, ‘મારા દીકરાની હાલત હાલમાં નાજુક છે. જો મારા દીકરાને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના પીએ યશરાજની રહેશે.’

જો કે, આ તમામ આક્ષેપો ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. ધારાસભ્ય રાજેશ ઝાલા અથવા તેમના પીએ તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ સમગ્ર મામલે વધુ તપાસ અને તથ્યો સ્પષ્ટ થયા બાદ જ હકીકત બહાર આવશે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.