Junagadh:‘હર ઘર તિરંગા યાત્રા’નો ભવ્ય કાર્યક્રમ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

Junagadh:રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ અંતર્ગત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતા સરોવરથી જીમખાના સરદાર ચોક સુધી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
Rahul Desai
Rahul Desai
Junagadh:‘હર ઘર તિરંગા યાત્રા’નો ભવ્ય કાર્યક્રમ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયાJunagadh:‘હર ઘર તિરંગા યાત્રા’નો ભવ્ય કાર્યક્રમ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

Junagadh:રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ અંતર્ગત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતા સરોવરથી જીમખાના સરદાર ચોક સુધી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

નરસિંહ મહેતા સરોવરથી યાત્રાનો પ્રારંભ: 

‘વંદે માતરમ’ની ભાવના અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોના શૌર્ય તથા બલિદાનને યાદ કરી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા નરસિંહ મહેતા સરોવરથી શરૂ થઈ **આઝાદ ચોક, રાણાવાવ ચોક, ડો. આંબેડકર ચોક, કાળવા ચોક થઈ જીમખાના સરદાર ચોક** ખાતે પહોંચી હતી.

કાર્યક્રમની મુખ્ય ઝલક: 

નરસિંહ મહેતા સરોવરથી તિરંગા યાત્રાનો પ્રારંભ
મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ યાત્રામાં જોડાયા
પોલીસ, હોમગાર્ડ અને વન વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિ
NSS અને NCCના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ તિરંગા સાથે જોડાયા
મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત
દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
કાર્યક્રમના અંતે સરદાર ચોક-જીમખાના ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ: 

યાત્રા પૂર્વે દેશભક્તિના ગીતો સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ બાળાઓ દ્વારા ‘દેશ રંગીલા’ ગીત પર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

તિરંગા યાત્રામાં હોમગાર્ડ, NSS, NCC, પોલીસ, વન વિભાગ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સભ્ય બહેનો સહિત વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા.

વૃક્ષારોપણથી આપ્યો પર્યાવરણનો સંદેશ: 

તિરંગા યાત્રાના સમાપન બાદ સરદાર ચોક-જીમખાના ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ રીતે દેશભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાનાણી, મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝાડફિયા, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર ઇંદ્રજીતસિંહ વાળા, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.