
Junagadh:રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ અંતર્ગત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતા સરોવરથી જીમખાના સરદાર ચોક સુધી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

Surat : દેશભક્તિના રંગે રંગાયેલા કામરેજમાં ‘હર ઘર તિરંગા’નો સંદેશ ગુંજી ઉઠ્યો હતો. દેશવ્યાપી કાર્યક્રમ અંતર્ગત કામરેજ ખાતેથી ‘હર ઘર તિરંગા’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તિરંગા સાથે કામરેજ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.