જેતપુરમાં યુવકની કરપીણ હત્યા, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના; આરોપીઓની શોધમાં પોલીસની તાબડતોબ કાર્યવાહી



ફાઈલ ફોટો
જેતપુરમાં યુવકની કરપીણ હત્યા, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના; આરોપીઓની શોધમાં પોલીસની તાબડતોબ કાર્યવાહી



ફાઈલ ફોટો
રાજકોટ: જિલ્લાના જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં એક યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ કમલેશ વાઘેલા તરીકે થઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા શખ્સોએ કમલેશ વાઘેલા પર જીવલેણ હુમલો કરી છરીના અનેક ઘા ઝીંક્યા હતા. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર હત્યાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે CCTV ફૂટેજ સહિતના અન્ય ટેકનિકલ અને ભૌતિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા, જેના કારણે ભારે ગમગીનીનો માહોલ સર્જાયો હતો.
હાલ હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે, આરોપીઓને ઝડપી પાડવા માટે જેતપુર સિટી પોલીસ, LCB સહિતની વિવિધ પોલીસ ટીમો સક્રિય બની છે. પોલીસે સમગ્ર ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ તેજ બનાવી છે.




