રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનું કારણ જાણવા તેમજ આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.