ઇરાની સંસદમાં વિવાદાસ્પદ પ્રસ્તાવ, ટ્રમ્પ-નેતન્યાહૂની હત્યા કરનારાને મળશે 500 કરોડ!



ઇરાની સંસદમાં વિવાદાસ્પદ પ્રસ્તાવ, ટ્રમ્પ-નેતન્યાહૂની હત્યા કરનારાને મળશે 500 કરોડ!



Donald Trump-Netnyahu: ઈરાનમાં આ દિવસોમાં એક ખૂબ જ વિવાદાસ્પદ પ્રસ્તાવ અંગે ચર્ચાઓ તેજ બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાની સંસદમાં એક બિલ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હત્યા કરનારાને આશરે $58 મિલિયન (₹500 કરોડ)નું ઇનામ આપવાની દરખાસ્ત છે. અહેવાલો અનુસાર, ફેબ્રુઆરીમાં તેહરાન પર થયેલા હુમલા પછી આ પગલું લેવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડર અલી ખામેનીનું તે હુમલામાં મોત થયું હતું.
ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઈબ્રાહિમ અઝીઝીએ જણાવ્યું હતું કે, સંસદ ટૂંક સમયમાં આ ઠરાવ પર ચર્ચા કરી શકે છે. અન્ય એક ધારાસભ્ય મહમૂદ નબાવિયનએ પણ ટ્રમ્પ અને નેતન્યાહૂ સામે કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. આ દરમિયાન કેટલાક ઈરાન તરફી મીડિયા પ્લેટફોર્મ અને સાયબર જૂથોએ કિલ ટ્રમ્પ ઝૂંબેશ ચલાવવાનો દાવો કર્યો છે. જો કે, આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી.
આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી છે. પાકિસ્તાન અને ખાડી દેશોની મધ્યસ્થીથી વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ મોટો કરાર થયો નથી. નિષ્ણાતો માને છે કે, આવા નિવેદનબાજી મધ્ય પૂર્વમાં તણાવને વધુ વધારી શકે છે. ઈઝરાયલ અને અમેરિકા પહેલાથી જ ઈરાન પર કડક વલણ અપનાવી રહ્યા છે. જો કે, ઈરાની સરકારે હજુ સુધી આ પ્રસ્તાવને મંજૂરી આપવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ઘણા વિશ્લેષકો તેને રાજકીય દબાણ અને પ્રચાર યુક્તિ તરીકે જુએ છે.




