ટ્રમ્પની ધમકીઓથી ન ડર્યું ઇરાન, વાતચીતના તમામ રસ્તા બંધ! હવે US ભગવાન ભરોસે



ફાઇલ તસવીર
ટ્રમ્પની ધમકીઓથી ન ડર્યું ઇરાન, વાતચીતના તમામ રસ્તા બંધ! હવે US ભગવાન ભરોસે



ફાઇલ તસવીર
Iran America War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનું સીધું નામ લીધા વિના એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, આજે રાત્રે એક સભ્યતાનો કાયમ માટે અંત આવશે. ખાર્ગ ટાપુ સહિત ઈરાનના પુલ અને રેલ્વે લાઈનો પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઈરાને અમેરિકા સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાંખ્યા છે.
ઈરાને અમેરિકા સાથેના તમામ રાજદ્વારી અને પરોક્ષ સંદેશાવ્યવહારના માધ્યમો બંધ કરી દીધા છે અને અમેરિકા સાથે કોઈપણ સંદેશાઓની આપ-લે પણ બંધ કરી દીધી છે.
એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે,‘અમે ઈરાન સાથે સંપર્કમાં છીએ. ઈરાન સાથે અમારી ચર્ચાઓ સકારાત્મક રહી છે. જો આપણે નસીબદાર રહીશું, તો દિવસના અંત સુધીમાં કેટલાક સકારાત્મક પરિણામો મળશે.’
ટ્રમ્પની આ ધમકી પર દક્ષિણ આફ્રિકામાં ઈરાની દૂતાવાસે કહ્યું કે, અમેરિકા અને તેના સાથી દેશોને ઈરાનની પ્રાચીન સભ્યતા તરફથી એવો જવાબ મળશે, જેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.
તુર્કીમાં ઈરાની દૂતાવાસે પણ અમેરિકન રાષ્ટ્રપતિની ધમકી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘એલેક્ઝાંડરે તેને બાળી નાખ્યું. મોંગલોએ તેનો નાશ કર્યો. ઇતિહાસે તેની આકરી કસોટી કરી છે. પરંતુ ઈરાન હજુ પણ અસ્તિત્વમાં છે. જે સમય ભૂંસી ન શકે, માનસિક રીતે નાદાર વ્યક્તિની ધમકીઓ તેનો નાશ નહીં કરે.’
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ટ્રમ્પે ધમકી આપી છે કે, જો યુદ્ધવિરામ કરાર નહીં થાય તો એક આખી સભ્યતાનો નાશ થશે. મંગળવારે ઇઝરાયલી વાયુસેનાએ ઈરાનમાં આશરે 10 રેલ્વે લાઇન અને પુલો પર હુમલો કર્યો હતો. અમેરિકાએ ખાર્ગ ટાપુ પર સૌથી મોટો હુમલો કર્યો હતો, જ્યાં એક તેલ ટર્મિનલને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈરાનના લગભગ 90% ક્રૂડ ઓઇલની નિકાસ અહીંથી થાય છે.




