I

Iran America War Update

નહીં ખૂલે હોર્મુઝ, ઇઝરાયલે કર્યો કાંડ તો ઇરાને કર્યું મોટું એલાન

નહીં ખૂલે હોર્મુઝ, ઇઝરાયલે કર્યો કાંડ તો ઇરાને કર્યું મોટું એલાન

America Iran War: ઇરાને અમેરિકા સાથે વાતચીત બંધ કરવાની જાહેરાત કરી છે. લેબનાન પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા સતત હુમલાઓને કારણે ઇરાને આ જાહેરાત કરી છે. ઇરાન મધ્યસ્થીઓના માધ્યમથી અમેરિકાને કોઈ સંદેશ નહીં મોકલે. લેબનાન અને ગાઝા સાથે જોડાયેલી ઇરાનની શરતો જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી ફરીથી વાતચીત ચાલુ નહીં કરે.

Growth Now News
ઇરાનની મસ્જિદોમાં યુદ્ધની તૈયારી, બાળકો-વૃદ્ધોને આપે છે AK-47 ચલાવવાની ટ્રેનિંગ

ઇરાનની મસ્જિદોમાં યુદ્ધની તૈયારી, બાળકો-વૃદ્ધોને આપે છે AK-47 ચલાવવાની ટ્રેનિંગ

Iran America Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનમાંથી ઘણા ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે, જેમાં સામાન્ય નાગરિકોને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ વીડિયોમાં નાના બાળકો, યુવાનો, છોકરીઓ અને વૃદ્ધોને પણ AK-47 જેવી રાઈફલનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવી રહ્યું છે.

Growth Now News
પુતિનની ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીત, કહ્યું - અમે મધ્યસ્થી બનવા તૈયાર

પુતિનની ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીત, કહ્યું - અમે મધ્યસ્થી બનવા તૈયાર

Vladimir Putin Mediator for Iran America War: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે શાંતિ પ્રયાસોમાં નવી ગતિવિધિઓ શરૂ થઈ છે. પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી અને આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવામાં રશિયા મધ્યસ્થીની ભૂમિકા ભજવે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. ઇસ્લામાબાદમાં યુએસ-ઈરાન વાટાઘાટો કોઈ નક્કર પરિણામ ન આપી શક્યા બાદ આ વાતચીત થઈ છે.

Growth Now News
આગામી 48 કલાક ભારે, અમેરિકા-ઇરાન અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય વાતચીત શરૂ

આગામી 48 કલાક ભારે, અમેરિકા-ઇરાન અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય વાતચીત શરૂ

America Iran War: ઇસ્લામાબાદમાં અમેરિકા, ઇરાન અને પાકિસ્તાન વચ્ચે બહુપ્રતિપક્ષીય ત્રિપક્ષીય વાતચીત શરૂ થઈ ગઈ છે. એકબાજુ તણાવ વધી રહ્યો છે અને બીજી બાજુ આખાય વિશ્વની નજર આ બેઠક પર ટકેલી છે. વાર્તાલાપ પહેલાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનેર પણ સામેલ છે.

Growth Now News
ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા શરૂ છતાં ઇરાનનું કડક વલણ, કહ્યું - અમેરિકા પર વિશ્વાસ નહીં

ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા શરૂ છતાં ઇરાનનું કડક વલણ, કહ્યું - અમેરિકા પર વિશ્વાસ નહીં

Iran America War: ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા છતાં ઈરાનના સત્તાવાર પ્રવક્તા ફાતેમેહ મોહજેરાનીએ કડક વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે, વાતચીત છતાં ઈરાનની આંગળીઓ ટ્રિગર પર રહેશે.

Growth Now News
ટ્રમ્પની ધમકીઓથી ન ડર્યું ઇરાન, વાતચીતના તમામ રસ્તા બંધ! હવે US ભગવાન ભરોસે

ટ્રમ્પની ધમકીઓથી ન ડર્યું ઇરાન, વાતચીતના તમામ રસ્તા બંધ! હવે US ભગવાન ભરોસે

Iran America War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનું સીધું નામ લીધા વિના એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, આજે રાત્રે એક સભ્યતાનો કાયમ માટે અંત આવશે. ખાર્ગ ટાપુ સહિત ઈરાનના પુલ અને રેલ્વે લાઈનો પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઈરાને અમેરિકા સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાંખ્યા છે.

Growth Now News