આગામી 48 કલાક ભારે, અમેરિકા-ઇરાન અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય વાતચીત શરૂ



ફાઇલ તસવીર
આગામી 48 કલાક ભારે, અમેરિકા-ઇરાન અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય વાતચીત શરૂ



ફાઇલ તસવીર
America Iran War: ઇસ્લામાબાદમાં અમેરિકા, ઇરાન અને પાકિસ્તાન વચ્ચે બહુપ્રતિપક્ષીય ત્રિપક્ષીય વાતચીત શરૂ થઈ ગઈ છે. એકબાજુ તણાવ વધી રહ્યો છે અને બીજી બાજુ આખાય વિશ્વની નજર આ બેઠક પર ટકેલી છે. વાર્તાલાપ પહેલાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનેર પણ સામેલ છે.
બીજી બાજુ ઇરાની પ્રતિનિધિમંડળે પણ અલગ બેઠકમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મોહમ્મદ બગેર ગાલિબફ કરી રહ્યા છે. જ્યારે અબ્બાસ અઘરાચી પણ તેમની સાથે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશ રચનાત્મક વાતચીત કરશે અને સ્થાયી સમાધાનની દિશામાં આગળ વધશે. પાકિસ્તાને આ બધી ઘટનાક્રમમાં મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી છે.
જો કે, વાતચીત શરૂ થાય તે પહેલાં જ મતભેદો શરૂ થઈ ગયા છે. ઇરાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, તેઓ લેબનોનમાં યુદ્ધવિરામ અને વિદેશોની જમીનમાંથી પોતાના ઘરને મુક્ત કર્યા વગર આગળ નહીં વધે. તો અમેરિકાએ તેમની સંપત્તિને મુક્ત કરવાના સમાચારો ફગાવી દીધા છે. આ વચ્ચે વાતચીતનો માહોલ વધુ જટિલ બની રહ્યો છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, કોઈપણ સંજોગોમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવામાં આવશે.
આ સાથે જ તેમણે ઇરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાને પણ પોતાની પ્રાથમિકતા ગણાવી છે. ઇરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા આરિફે પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, જો અમેરિકા ‘America First’ નીતિ પર વાતચીત કરવા માગશે તો સંમતિ શક્ય છે, પરંતુ ‘Israel First’ની નીતિ રાખશે તો કોઈ ડિલ થશે નહીં. આગામી 48 કલાક નક્કી કરશે કે આ વાતચીત ઇતિહાસ રચશે કે વધુ એક અસફળ કૂટનીતિક પ્રયત્ન બનીને રહી જશે.




