Get News Alerts

Never miss breaking news updates.

ટેલિગ્રામ પર ‘Re-NEET 2026’ પેપર લીકના નામે કરોડોનું સાયબર કૌભાંડ: વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતું ₹5.74 કરોડનું સાયબર ફ્રોડ

Re NEET 2026 Paper Leak: ગુજરાત અને દેશભરના લાખો મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્યને બાનમાં લેતું એક અત્યંત ગંભીર અને સુનિયોજિત કૌભાંડ હાલ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ટેલિગ્રામ (Telegram) એપ્લિકેશન પર સક્રિય કેટલીક ભેદી ચેનલો દ્વારા “Re-NEET 2026” નું પેપર લીક થઈ ગયું હોવાના દાવાઓ કરીને વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ઉસેટવાનું એક સંગઠિત નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ આપણી પરીક્ષા પ્રણાલી અને યુવા પેઢીના ભવિષ્ય પર સીધો હુમલો છે.
R Gajjar
R GajjarUpdated on: 21 May 2026 06:22 PM IST
ટેલિગ્રામ પર ‘Re-NEET 2026’ પેપર લીકના નામે કરોડોનું સાયબર કૌભાંડ: વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતું ₹5.74 કરોડનું સાયબર ફ્રોડટેલિગ્રામ પર ‘Re-NEET 2026’ પેપર લીકના નામે કરોડોનું સાયબર કૌભાંડ: વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતું ₹5.74 કરોડનું સાયબર ફ્રોડ

Re NEET 2026 Paper Leak: ગુજરાત અને દેશભરના લાખો મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્યને બાનમાં લેતું એક અત્યંત ગંભીર અને સુનિયોજિત કૌભાંડ હાલ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ટેલિગ્રામ (Telegram) એપ્લિકેશન પર સક્રિય કેટલીક ભેદી ચેનલો દ્વારા “Re-NEET 2026” નું પેપર લીક થઈ ગયું હોવાના દાવાઓ કરીને વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ઉસેટવાનું એક સંગઠિત નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ આપણી પરીક્ષા પ્રણાલી અને યુવા પેઢીના ભવિષ્ય પર સીધો હુમલો છે.

આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી અને ચોંકાવનારા તથ્યો
કરોડોની ઉઘરાણી: એક શંકાસ્પદ ચેનલના દાવા મુજબ, અત્યાર સુધીમાં ૭૯૦૧ જેટલા લોકો પાસેથી “Re-NEET Paper” ના નામે આશરે ₹૫,૭૪,૪૦,૨૪૩/- (પાંચ કરોડ ચુમોતેર લાખથી વધુ) જેટલી માતબર રકમ વસૂલવામાં આવી છે.

રાજકીય છત્રછાયા અને 'સિસ્ટમ'નો દુરુપયોગ: ખાસ કરીને “RENEET LEAKER”નામની ચેનલ ચલાવતો “Raghav Sir” નામનો શખ્સ અત્યંત શંકાસ્પદ રીતે કાર્યરત છે. અમારી પાસે ઉપલબ્ધ સ્પષ્ટ Audio Recording માં આ વ્યક્તિ અગાઉ પણ પેપર લીક કરાવ્યાની કબૂલાત કરતો સંભળાય છે. એટલું જ નહીં, આ કૌભાંડમાં એક MLA (ધારાસભ્ય) ની સીધી સંડોવણી હોવાનો અને “આ આખું System છે, કશું નહીં થાય” તેવો બેફામ દાવો પણ આ રેકોર્ડિંગમાં કરવામાં આવ્યો છે.

સામાજિક વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર: પોતાના ગુનાને છુપાવવા અને ધ્યાન ભટકાવવા માટે આ Telegram ગ્રુપોમાં સમાજના ભાગલા પાડતી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે. “જો Reservation (અનામત) ન હોત તો Paper Leak કરવાની જરૂર ન પડત” તેવો દુષ્પ્રચાર કરીને વિદ્યાર્થીઓમાં જાતિ આધારિત દ્વેષ અને ખોટી માનસિકતા ફેલાવવાનો નિંદનીય પ્રયાસ થઈ રહ્યો છે.

શંકાના ઘેરામાં રહેલી મુખ્ય Telegram ચેનલો

  • @RENEETLEAKER
  • @RENEET_LEAKER
  • @RENEET_LEAKERS
  • @RENEET_PAPERLEAK
  • @NEET_HANDLER
  • @WASSPHERE
  • @RAREOB

જનતા અને વિદ્યાર્થીઓને જોગવાઈ / ચેતવણી
આ માધ્યમથી અમે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરીએ છીએ કે આવા લેભાગુ તત્વોની જાળમાં ફસાઈને પોતાના પરસેવાની કમાણી ન ગુમાવો. આ એક આયોજનબદ્ધ છેતરપિંડી (Trap) છે. કોઈ પણ ચેનલના દાવાઓ પર વિશ્વાસ ન કરો.

આગામી પ્રેસ કોન્ફરન્સ અને પુરાવાઓની રજૂઆત
આ સમગ્ર કૌભાંડના *તમામ સચોટ અને સ્ફોટક ડિજિટલ પુરાવાઓ (Screenshot, Video, Audio Recording, અને Financial Trails)* અમે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયા અને પ્રશાસન સમક્ષ જાહેર કરીશું. અમે તથ્યો અને તર્ક સાથે આ પેપર લીક માફિયાઓને ખુલ્લા પાડીશું.

સરકાર અને તપાસ એજન્સીઓ પાસે અમારી સીધી માંગણીઓ

  • Cyber Forensic તપાસ: સમગ્ર Telegram Network અને ઉપરોક્ત તમામ ચેનલોની તાત્કાલિક સાયબર ફોરેન્સિક તપાસ કરવામાં આવે.
  • Financial ટ્રેકિંગ: તમામ Channel Admin ના Payment Gateways, UPI ID, Crypto Transactions અને Bank Trails શોધી કાઢી ખાતાઓ સીઝ કરવામાં આવે.
  • ઓળખ અને ધરપકડ: “Raghav Sir” અને તેની સાથે જોડાયેલા તમામ એજન્ટોની ઓળખ જાહેર કરી તાત્કાલિક કાયદેસરની ધરપકડ કરવામાં આવે.
  • Audio Recording ની ચકાસણી: અમારી પાસે રહેલા Audio Recording ની Forensic Authentication કરી તેમાં સંડોવાયેલા રાજકીય માથાઓને ખુલ્લા પાડવામાં આવે.
  • નિષ્પક્ષ SIT ની રચના: જો આ કૌભાંડમાં કોઈ રાજકીય વ્યક્તિ (MLA) અથવા જાહેર પ્રતિનિધિ સંડોવાયેલ હોય, તો કોઈ પણ શેહ-શરમ વિના નિષ્પક્ષ SIT (Special Investigation Team) દ્વારા તપાસ થાય.
  • કડક કાયદાકીય કાર્યવાહી: વિદ્યાર્થીઓ સાથે Fraud કરનારાઓ સામે IPC, IT Act તથા 'Public Examination (Prevention of Unfair Means) Act' હેઠળ દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે.
  • તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ તમામ Telegram ચેનલોને તાત્કાલિક Block/Suspend કરવામાં આવે.

વિદ્યાર્થીઓના ભવિષ્યને બજાર બનાવી નફાખોરી કરનારાઓ સામે હવે ચૂપ બેસવાનો સમય ગયો છે. Paper Leak Mafia અને તેમને રાજકીય કે આર્થિક સુરક્ષા પૂરી પાડનાર દરેક ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલવા એ સમયની તાતી જરૂરિયાત છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com