
Anti Paper Leak Law 2026: દેશમાં જાહેર પરીક્ષાઓને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. એન્ટી પેપર લીક કાયદામાં કરાયેલા સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, જેના કારણે હવે પ્રશ્નપત્ર લીક કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી થશે. નવા કાયદા હેઠળ હવે પેપર લીકના કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા રોજિંદી સુનાવણી કરવામાં આવશે અને...

Re NEET 2026 Paper Leak: ગુજરાત અને દેશભરના લાખો મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્યને બાનમાં લેતું એક અત્યંત ગંભીર અને સુનિયોજિત કૌભાંડ હાલ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ટેલિગ્રામ (Telegram) એપ્લિકેશન પર સક્રિય કેટલીક ભેદી ચેનલો દ્વારા “Re-NEET 2026” નું પેપર લીક થઈ ગયું હોવાના દાવાઓ કરીને વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ઉસેટવાનું એક સંગઠિત નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ આપણી પરીક્ષા પ્રણાલી અને યુવા પેઢીના ભવિષ્ય પર સીધો હુમલો છે.