Get News Alerts

Never miss breaking news updates.

ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને ઇનિંગ્સ અને 300 રને હરાવ્યું

ભારતે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાન સામે ઇનિંગ્સ અને 300 રનની વિશાળ જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પોતાની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ડેબ્યૂ કરનાર માનવ સુથારે મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 08 Jun 2026 03:21 PM IST
ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને ઇનિંગ્સ અને 300 રને હરાવ્યુંભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને ઇનિંગ્સ અને 300 રને હરાવ્યું

ન્યૂ ચંદીગઢ ન્યૂ ચંદીગઢમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને ઇનિંગ્સ અને 300 રનના વિશાળ અંતરથી પરાજય આપીને ઇતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત બની છે.

આ પહેલા ભારતની સૌથી મોટી ટેસ્ટ જીત 2018માં રાજકોટ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે ઇનિંગ્સ અને 272 રનના અંતરથી નોંધાઈ હતી. હવે અફઘાનિસ્તાન સામેની જીતે તે રેકોર્ડ તોડી નવો ઇતિહાસ સર્જ્યો છે.

મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તે પહેલા ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ 8 વિકેટે 564 રન પર ડિક્લેર કરી હતી. જવાબમાં અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગ્સ 152 રનમાં સમેટાઈ જતાં તેને ફોલોઓન રમવાનો વારો આવ્યો હતો.

ભારતની જીતમાં વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી. અફઘાનિસ્તાનની બીજી ઇનિંગ્સમાં વોશિંગ્ટન સુંદરે 4 અને કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે માનવ સુથાર અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ મેળવી હતી.

ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલા યુવા સ્પિનર માનવ સુથારે પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગ્સમાં એક વિકેટ સાથે તેણે સમગ્ર મેચમાં કુલ 7 વિકેટ ઝપટાવી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતીય બેટિંગ અને બોલિંગ બંને વિભાગે અફઘાનિસ્તાન પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવતાં ટીમે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.