Get News Alerts

Never miss breaking news updates.

iPhone યુઝર્સ સાવધાન! ખોવાયેલા ફોનના નામે થઈ રહ્યો છે નવો હાઇબ્રિડ સાયબર ફ્રોડ

iPhone યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી સામે આવી છે. Indian Cyber Crime Coordination Centre એ એક નવા હાઇબ્રિડ સાયબર ફ્રોડ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને એવા લોકો આ ઠગાઈનો ભોગ બની રહ્યા છે જેમનો iPhone તાજેતરમાં જ ખોવાઈ ગયો હોય અથવા તો ચોરી થયો હોય.
Admin
AdminUpdated on: 01 Jun 2026 04:25 PM IST
iPhone યુઝર્સ સાવધાન! ખોવાયેલા ફોનના નામે થઈ રહ્યો છે નવો હાઇબ્રિડ સાયબર ફ્રોડiPhone યુઝર્સ સાવધાન! ખોવાયેલા ફોનના નામે થઈ રહ્યો છે નવો હાઇબ્રિડ સાયબર ફ્રોડ

iPhone યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી સામે આવી છે. Indian Cyber Crime Coordination Centre એ એક નવા હાઇબ્રિડ સાયબર ફ્રોડ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને એવા લોકો આ ઠગાઈનો ભોગ બની રહ્યા છે જેમનો iPhone તાજેતરમાં જ ખોવાઈ ગયો હોય અથવા તો ચોરી થયો હોય.

 આ ઠગાઈની શરૂઆત iPhoneની ચોરીથી થાય છે. ચોરો સૌથી પહેલા iPhone ચોરી કરીને તેને સ્વિચ ઓફ કરી દે છે. ત્યારબાદ તેઓ પોતાને Apple સપોર્ટ અથવા "Find My iPhone" ટીમના પ્રતિનિધિ તરીકે ઓળખાવી પીડિતનો સંપર્ક કરે છે. આ માટે તેઓ આંતરરાષ્ટ્રીય નંબર અથવા મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

સાયબર ગુનેગારો સૌથી પહેલા પીડિતના iCloud એકાઉન્ટમાં "Forgot Password" પ્રક્રિયા શરૂ કરે છે. આ દરમિયાન તેમને એકાઉન્ટ સાથે જોડાયેલ મોબાઇલ નંબર મળી જાય છે. ત્યારબાદ તેઓ દાવો કરે છે કે ખોવાયેલો ફોન મળી ગયો છે અથવા ટ્રેક થઈ ગયો છે. પછી યુઝરને એક લિંક મોકલી ફોન રિકવર કરવા અથવા અનલોક કરવા માટે તેના પર ક્લિક કરવા કહેવામાં આવે છે.

લિંક પર ક્લિક કરતા જ Appleની સત્તાવાર વેબસાઇટ જેવી દેખાતી નકલી વેબસાઇટ ખુલે છે. અહીં યુઝર પોતાની Apple ID, પાસવર્ડ અથવા OTP દાખલ કરે એટલે તમામ માહિતી સીધી જ ઠગોના હાથમાં પહોંચી જાય છે.

સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા મુજબ એકવાર iCloud એકાઉન્ટ હેક થઈ જાય પછી ફોટા, દસ્તાવેજો, વ્યક્તિગત માહિતી અને બેંકિંગ સંબંધિત ડેટા પણ જોખમમાં મુકાઈ શકે છે. તેથી અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું, OTP અથવા પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવો અને Apple તરફથી મળતા સંદેશાની સત્તાવાર રીતે ચકાસણી કરવી જરૂરી છે. ઓનલાઈન સુરક્ષા પ્રત્યે સતર્કતા જ આવા ફ્રોડથી બચવાનો સૌથી અસરકારક રસ્તો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.