હાટકેશ્વર સર્કલ પર ઓવરબ્રિજ તોડ્યા બાદ પણ પાણી ભરાયા, ટ્રાફિક સંચાલન માટે પોલીસ ખડેપગે

અમદાવાદમાં સતત વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ ખાતે ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ઓવરબ્રિજ તોડી પાડવામાં આવ્યા બાદ પણ સર્કલ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાટકેશ્વર સર્કલથી ખોખરા, અમરાઈવાડી તેમજ રુક્ષ્મણી હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો નોંધાયો નહોતો, જેના કારણે આ માર્ગો પર વાહનવ્યવહાર મોટા ભાગે યથાવત રહ્યો હતો.
Growth Now News
Growth Now News
હાટકેશ્વર સર્કલ પર ઓવરબ્રિજ તોડ્યા બાદ પણ પાણી ભરાયા, ટ્રાફિક સંચાલન માટે પોલીસ ખડેપગેહાટકેશ્વર સર્કલ પર ઓવરબ્રિજ તોડ્યા બાદ પણ પાણી ભરાયા, ટ્રાફિક સંચાલન માટે પોલીસ ખડેપગે

અમદાવાદમાં સતત વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ ખાતે ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ઓવરબ્રિજ તોડી પાડવામાં આવ્યા બાદ પણ સર્કલ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાટકેશ્વર સર્કલથી ખોખરા, અમરાઈવાડી તેમજ રુક્ષ્મણી હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો નોંધાયો નહોતો, જેના કારણે આ માર્ગો પર વાહનવ્યવહાર મોટા ભાગે યથાવત રહ્યો હતો.

હાટકેશ્વર સર્કલની આસપાસના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા ઝોન-5ના નાયબ પોલીસ કમિશનર જીતેન્દ્ર અગ્રવાલે જાતે સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમની સાથે ખોખરા પોલીસ, ટ્રાફિક-I ડિવિઝન અને એલસીબી સ્કવોડના અધિકારીઓ તથા પોલીસ જવાનો પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સતત ફરજ પર તૈનાત રહ્યા હતા.

ખાસ કરીને શાળાઓ છૂટવાના સમયે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ સુરક્ષિત રીતે સર્કલ પાર કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસે વાહનોની અવરજવર સુચારૂ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું અને ટ્રાફિકનું અસરકારક સંચાલન કર્યું.

ખોખરા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સાવલિયા સહિત પોલીસ જવાનોએ ભારે વરસાદ વચ્ચે પણ સતત ફરજ બજાવી હતી. પાણી ભરાયેલા વિસ્તારોમાં ટ્રાફિક જામ ન સર્જાય અને વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે તેઓ મેદાનમાં રહી કામગીરી કરતા જોવા મળ્યા હતા. પોલીસની સમયસરની કામગીરીને કારણે ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ સફળતા મળી હતી.