ગાંધીનગરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર-2026નો પ્રારંભ, 900થી વધુ એક્ઝિબિટર્સ સાથે પ્રવાસનને મળશે નવી ગતિ

Travel and Tourism Fair Gandhinagar 2026: મહાત્મા મંદિર ખાતે 6થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાનારા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF-2026)નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે તેમજ ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી યોજાતો આ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર રાજ્યના...
Rupin Bakraniya
Rupin Bakraniya
ગાંધીનગરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર-2026નો પ્રારંભ, 900થી વધુ એક્ઝિબિટર્સ સાથે પ્રવાસનને મળશે નવી ગતિગાંધીનગરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર-2026નો પ્રારંભ, 900થી વધુ એક્ઝિબિટર્સ સાથે પ્રવાસનને મળશે નવી ગતિ

Travel and Tourism Fair Gandhinagar 2026: મહાત્મા મંદિર ખાતે 6થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાનારા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF-2026)નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે તેમજ ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી યોજાતો આ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર રાજ્યના પ્રવાસન ઉદ્યોગને નવી દિશા આપતો મહત્વપૂર્ણ B2B ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશન તરીકે ઓળખાય છે. આ મેળો પ્રવાસન ક્ષેત્રના વિવિધ સ્ટેકહોલ્ડર્સને એક મંચ પર લાવી વ્યવસાયિક સહભાગિતા વધારવા અને નવા અવસરો સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

રાજ્ય સરકારે વર્ષ 2026ને 'પ્રવાસન વર્ષ' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. તેના ભાગરૂપે ગુજરાતના પ્રવાસન સ્થળો, હેરિટેજ, સંસ્કૃતિ અને ટુરિઝમ વિકાસની તકોને દેશ-વિદેશ સુધી પહોંચાડવામાં આ ફેર મહત્વપૂર્ણ સાબિત થશે.

TTF-2026માં 900થી વધુ એક્ઝિબિટર્સ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોના પ્રવાસન વિભાગો ભાગ લઈ રહ્યા છે. ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ગોવા સહિત અનેક રાજ્યોના આકર્ષક સ્ટોલ્સ પ્રવાસીઓ અને ઉદ્યોગકારો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને સંબંધિત રાજ્યોની પ્રવાસન યોજનાઓ અને વિકાસ અંગે માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના વિઝનને આગળ વધારવામાં આવા પ્રવાસન મેળાઓ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે અને દેશના વિવિધ રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક તેમજ આર્થિક જોડાણને વધુ મજબૂત બનાવે છે.

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ એક્ઝિબિશનની મુલાકાત દરમ્યાન ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર , ગોવા સહિતના વિવિધ રાજ્યોના સ્ટોલ્સ નિહાળ્યા હતા. તેમણે સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને  સબંધિત રાજ્યોની પ્રવાસન પ્રોત્સાહન યોજનાઓ  સહિત ની વિગતો પણ જાણી હતી.