ગુજરાત સાયન્સ સિટીમાં 21થી 23 ઓગસ્ટે ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’, 20 હજારથી વધુ મુલાકાતીઓને મળશે અંતરિક્ષ વિજ્ઞાનનો જીવંત અનુભવ

Space Festival 2026 Gujarat Science City: રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે 21થી 23 ઓગસ્ટ, 2026 દરમિયાન ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા ISRO અને Gujarat State Electronics Mission (GSEM)ના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રજ્ઞાન રોવરે સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરીને...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Space Festival 2026 Gujarat Science City: રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે 21થી 23 ઓગસ્ટ, 2026 દરમિયાન ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા  ISRO અને Gujarat State Electronics Mission (GSEM)ના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રજ્ઞાન રોવરે સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરીને ભારતને ચંદ્રના અપ્રાપ્ય દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ અને સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનાવ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિને અમર બનાવવા ભારત સરકારે ૨૩ ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’  તરીકે ઘોષિત કર્યો છે.

આ ગૌરવશાળી દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે 21 થી 23 ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની મુખ્ય થીમ “Towards Viksit Bharat: Innovating, Collaborating and Aspiring to Global Space Leadership” (“વિકસિત ભારત તરફ: નવીનતા, સહયોગ અને વૈશ્વિક અંતરિક્ષ નેતૃત્વની દિશામાં આગેકૂચ”) રાખવામાં આવી છે.

ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણો અને પ્રવૃત્તિઓ

  • સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ ત્રણ દિવસીય મહોત્સવમાં વિજ્ઞાનપ્રેમીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વૈવિધ્યસભર કાર્યક્રમો રજૂ કરવામાં આવશે:
  • સ્પેસ સાયન્સ એક્ઝિબિશન: દેશની અગ્રણી અંતરિક્ષ સંસ્થાઓ અને ઈસરો આધારિત મોડેલ્સનું પ્રદર્શન.
  • પ્લેનેટેરિયમ શો & નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન: ખગોળ વિજ્ઞાન અને તારામંડળ દર્શનનો રોમાંચક અનુભવ.
  • વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશન: ISRO ના પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે સીધો સંવાદ અને વિજ્ઞાન વ્યાખ્યાનો.
  • રચનાત્મક સ્પર્ધાઓ: સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, ઓરિગામી અને સ્પેસ ક્વિઝ.
  • હેન્ડસ ઑન વર્કશોપ: વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ સાયન્સ અને રોકેટ મોડેલિંગ વર્કશોપ.

50થી વધુ સંસ્થાઓ અને ઈસરો(ISRO)નો વિશેષ સહયોગ
આ ફેસ્ટિવલમાં રાજ્ય અને દેશભરમાંથી અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત આશરે 50 જેટલી સંસ્થાઓ, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, સ્પેસ સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને ઇનોવેટર્સ ભાગ લેશે. આ ઉપરાંત, ISRO ના Space Applications Centre (SAC) અને Gujarat State Electronics Mission (GSEM)ના સંયુક્ત સહયોગથી આયોજિત આ વિજ્ઞાન પ્રદર્શન તમામ વયજૂથના મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

આ ત્રિ-દિવસીય મહોત્સવમાં રાજ્યભરમાંથી અંદાજિત 20,000થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાનાર છે. 23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસના સમાપન પ્રસંગે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને આકર્ષક પુરસ્કારો અને એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સફળતાઓને જનસામાન્ય સુધી પહોંચાડવાનો છે, જેથી યુવા પેઢીમાં STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) પ્રત્યે રસ, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેઓ આ ક્ષેત્રમાં ભવિષ્યની કારકિર્દી બનાવવા માટે પ્રેરિત થાય. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળના ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાનાર આ સ્પેસ ફેસ્ટિવલની મુલાકાત લેવા માટે અંતરિક્ષ વિજ્ઞાનમાં રસ ધરાવતા વિજ્ઞાનપ્રેમીઓ તેમજ અમદાવાદ અને સમગ્ર રાજ્યના નાગરિકોને ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા હાર્દિક અનુરોધ કરવામાં આવે છે.