સાપુતારામાં 8થી 28 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ભવ્ય ઉદ્ઘાટન

ડાંગ: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં આગામી 8થી 28 ઓગસ્ટ 2026 દરમિયાન ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવનું ભવ્ય ઉદ્ઘાટન શનિવાર, 8 ઓગસ્ટે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામીત પણ વિશેષ ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર...
Rupin Bakraniya
Rupin Bakraniya
સાપુતારામાં 8થી 28 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ભવ્ય ઉદ્ઘાટનસાપુતારામાં 8થી 28 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ભવ્ય ઉદ્ઘાટન

ડાંગ: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં આગામી 8થી 28 ઓગસ્ટ 2026 દરમિયાન ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવનું ભવ્ય ઉદ્ઘાટન શનિવાર, 8 ઓગસ્ટે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામીત પણ વિશેષ ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ રાજ્યના પ્રવાસનને વધુ વેગ આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ફેસ્ટિવલ દરમિયાન દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકસંગીત, નૃત્ય, એડવેન્ચર એક્ટિવિટીઝ, નેચર ટ્રેલ, ક્રાફ્ટ બજાર અને આદિવાસી કલા-સંસ્કૃતિના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, સ્થાનિક પરંપરાગત વાનગીઓ અને હસ્તકલાનું પણ પ્રદર્શન કરવામાં આવશે, જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બનશે.

વરસાદી ઋતુમાં હરિયાળીથી છલકાતું સાપુતારાનું મનમોહક કુદરતી સૌંદર્ય માણવાની આ એક અનોખી તક હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું છે. ડાંગ જિલ્લા કલેક્ટરે રાજ્ય તેમજ દેશભરના પ્રવાસીઓને પરિવાર સાથે સાપુતારાની મુલાકાત લઈને આ ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલનો આનંદ માણવા આમંત્રણ આપ્યું છે. ગુજરાત સરકારે વર્ષ 2026ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તે સંદર્ભમાં સાપુતારાનો આ મોન્સૂન ફેસ્ટિવલ રાજ્યના પ્રવાસન ઉદ્યોગને નવી દિશા આપશે અને સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન આપશે.