જૂનાગઢ: જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વાઘને ચીડવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઘટનાને ગંભીરતાથી લઈને અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાયરલ વીડિયો અને પ્રાણીસંગ્રહાલયના CCTV ફૂટેજના આધારે વાઘની પજવણી કરનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગે આરોપીની અટકાયત કરીને તેની સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ...