Get News Alerts

Never miss breaking news updates.

પ્રગતિ યાત્રા અંતર્ગત રિવાબા જાડેજાની શાળા મુલાકાત, સરકારી શિક્ષણને આપ્યું પ્રોત્સાહન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચાલી રહેલી પ્રગતિ યાત્રા અંતર્ગત ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જામનગરની શાળા નંબર-31ની મુલાકાત લીધી હતી. 78 વિધાનસભા વિસ્તારની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સરકારી શાળા તરીકે ઓળખાતી આ શાળામાં વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીને તેમણે શિક્ષણની ગુણવત્તાનો તાગ મેળવ્યો હતો.
R Gajjar
R GajjarUpdated on: 11 Jun 2026 07:53 PM IST
પ્રગતિ યાત્રા અંતર્ગત રિવાબા જાડેજાની શાળા મુલાકાત, સરકારી શિક્ષણને આપ્યું પ્રોત્સાહનપ્રગતિ યાત્રા અંતર્ગત રિવાબા જાડેજાની શાળા મુલાકાત, સરકારી શિક્ષણને આપ્યું પ્રોત્સાહન

Rivaba Jadeja School Visit Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચાલી રહેલી પ્રગતિ યાત્રા અંતર્ગત ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જામનગરની શાળા નંબર-31ની મુલાકાત લીધી હતી. 78 વિધાનસભા વિસ્તારની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સરકારી શાળા તરીકે ઓળખાતી આ શાળામાં વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીને તેમણે શિક્ષણની ગુણવત્તાનો તાગ મેળવ્યો હતો.

35થી શરૂ થયેલી શાળામાં આજે 101 વિદ્યાર્થીઓ
પ્રગતિ યાત્રાના ભાગરૂપે રિવાબા જાડેજા શાળા નંબર-31 ખાતે પહોંચ્યા હતા. એક સમય એવી સ્થિતિ હતી કે આ શાળામાં માત્ર 35 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, પરંતુ ગુણવત્તાસભર શિક્ષણ અને યોગ્ય વ્યવસ્થાના કારણે આજે વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 101 સુધી પહોંચી છે.

વિદ્યાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ
શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, અભ્યાસ પ્રત્યેનો રસ અને શાળાની સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.

PPP મોડેલની કરી પ્રશંસા
આ શાળા PPP (Public Private Partnership) મોડેલ હેઠળ ન્યારા સ્કૂલના સહયોગથી સંચાલિત થાય છે. રિવાબા જાડેજાએ આ મોડેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં પણ ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ બની શકે છે.

વાલીઓને કરી ખાસ અપીલ
શિક્ષણ મંત્રીએ વાલીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે તેઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી ગુણવત્તાસભર શિક્ષણનો લાભ અપાવે. રાજ્ય સરકાર સરકારી શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ છે. સરકારી શિક્ષણ ક્ષેત્રે થયેલા આ સકારાત્મક પરિવર્તનને પ્રગતિ યાત્રા દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com