રાજકોટ નાનામવા હત્યા કેસમાં મોટો ખુલાસો: હથિયાર સપ્લાય કરનાર શિવરાજ ધાધલની ધરપકડ, વધુ એક દેશી પિસ્તોલ જપ્ત

રાજકોટ: રાજકોટના ચર્ચિત નાનામવા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. કેસની તપાસ દરમિયાન હત્યામાં વપરાયેલા હથિયાર સપ્લાય કરનાર શિવરાજભાઈ ધાધલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન આરોપીએ અનેક મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી હતી. તેના આધારે પોલીસે વિરમગામમાંથી વધુ એક ગેરકાયદેસર દેશી પિસ્તોલ જપ્ત કરી છે. આ હથિયાર મળી આવતાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો નોંધવામાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
રાજકોટ નાનામવા હત્યા કેસમાં મોટો ખુલાસો: હથિયાર સપ્લાય કરનાર શિવરાજ ધાધલની ધરપકડ, વધુ એક દેશી પિસ્તોલ જપ્તરાજકોટ નાનામવા હત્યા કેસમાં મોટો ખુલાસો: હથિયાર સપ્લાય કરનાર શિવરાજ ધાધલની ધરપકડ, વધુ એક દેશી પિસ્તોલ જપ્ત

રાજકોટ: રાજકોટના ચર્ચિત નાનામવા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. કેસની તપાસ દરમિયાન હત્યામાં વપરાયેલા હથિયાર સપ્લાય કરનાર શિવરાજભાઈ ધાધલની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન આરોપીએ અનેક મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી હતી. તેના આધારે પોલીસે વિરમગામમાંથી વધુ એક ગેરકાયદેસર દેશી પિસ્તોલ જપ્ત કરી છે. આ હથિયાર મળી આવતાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે શિવરાજભાઈ ધાંધલે નાનામવા હત્યા કેસના મુખ્ય આરોપીને હથિયાર સપ્લાય કર્યું હતું. પોલીસે આરોપીની ગુનાહિત ભૂતકાળની પણ તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

હાલ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર હથિયાર સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારી રહી છે. કેસમાં વધુ આરોપીઓ અને ગેરકાયદેસર હથિયારના રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ગેરકાયદેસર હથિયારોના સપ્લાયમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર સપ્લાય ચેઇનને તોડી પાડવા માટે તપાસ સતત ચાલુ રહેશે.