રાજકોટ: રાજકોટના ચર્ચિત નાનામવા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. કેસની તપાસ દરમિયાન હત્યામાં વપરાયેલા હથિયાર સપ્લાય કરનાર શિવરાજભાઈ ધાધલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન આરોપીએ અનેક મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી હતી. તેના આધારે પોલીસે વિરમગામમાંથી વધુ એક ગેરકાયદેસર દેશી પિસ્તોલ જપ્ત કરી છે. આ હથિયાર મળી આવતાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો નોંધવામાં...