ગીરમાં યુવક પર સિંહના હુમલા બાદ પરીમલ નથવાણીનું નિવેદન: વન્યજીવોને ઉશ્કેરશો નહીં, સાવચેતી રાખો


ગીરમાં યુવક પર સિંહના હુમલા બાદ પરીમલ નથવાણીનું નિવેદન: વન્યજીવોને ઉશ્કેરશો નહીં, સાવચેતી રાખો


જામનગર: ગીર પંથકમાં યુવક પર થયેલા સિંહના હુમલાની ઘટનાને લઈને રાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુઃખદ અને ચિંતાજનક ગણાવી જણાવ્યું કે આવી ઘટનાઓ ટાળવા માટે દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તન કરવું જરૂરી છે. પરીમલ નથવાણીએ જણાવ્યું કે સિંહ અને સિંહણના પ્રજનન (મેટિંગ) સમયગાળા દરમિયાન તેઓ વધુ સંવેદનશીલ અને આક્રમક સ્વભાવના બની શકે છે. આવા સમયે વન્યપ્રાણીઓને હેરાન કરવા, તેમની નજીક જવા, પથ્થર મારવા અથવા તેમને ઉશ્કેરવા જેવી હરકતો ગંભીર પરિણામો લાવી શકે છે.
તેમણે લોકોને અપીલ કરી કે વન્યજીવોના કુદરતી વર્તન અને તેમના નિવાસસ્થાનનો સન્માન કરવો જોઈએ. વન્યજીવોની નજીક જઈને ફોટોગ્રાફી કરવી કે તેમને પરેશાન કરવું ટાળવું જોઈએ. રાજ્યસભાના સાંસદે વધુમાં જણાવ્યું કે માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ ટાળવા માટે લોકોમાં જાગૃતિ અને સાવચેતી અત્યંત જરૂરી છે. વન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાથી આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ અટકાવી શકાય છે.




