Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદનો ખૌફનાક નીલમ હોટલ મર્ડર કેસ ફરી ચર્ચામાં, 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

અમદાવાદ: અમદાવાદના સૌથી ચર્ચાસ્પદ અને ખૌફનાક હત્યા કેસોમાંથી એક એવા વર્ષ 1994ના નીલમ હોટલ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે. આ કેસમાં આજીવન કેદની સજા પામેલો અને છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર રહેલો આરોપી આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે.
R Gajjar
R GajjarUpdated on: 25 May 2026 07:02 PM IST
અમદાવાદનો ખૌફનાક નીલમ હોટલ મર્ડર કેસ ફરી ચર્ચામાં, 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયોઅમદાવાદનો ખૌફનાક નીલમ હોટલ મર્ડર કેસ ફરી ચર્ચામાં, 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

અમદાવાદ: અમદાવાદના સૌથી ચર્ચાસ્પદ અને ખૌફનાક હત્યા કેસોમાંથી એક એવા વર્ષ 1994ના નીલમ હોટલ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે. આ કેસમાં આજીવન કેદની સજા પામેલો અને છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર રહેલો આરોપી આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે.

માહિતી મુજબ વર્ષ 1994માં કાપડ વેપારી અરવિંદભાઈને સસ્તા ભાવે સિલ્કનું કાપડ આપવાની લાલચ આપી નીલમ હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં સતીશ ઉર્ફે ભીખુ રૂપારેલિયા અને તેના સાગરીતોએ વેપારીને બંધક બનાવી સોનાના દાગીના અને રોકડ માટે દબાણ કર્યું હતું. વેપારીએ વિરોધ કરતા આરોપીઓએ આશરે 30થી 35 છરીના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી.

આરોપીઓએ ગુનાની ઓળખ છુપાવવા માટે મૃતદેહનું માથું ધડથી અલગ કરી અડાલજ વિસ્તારમાં ફેંકી દીધું હતું, જેના કારણે તે સમયગાળામાં સમગ્ર અમદાવાદમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં સેશન કોર્ટે શરૂઆતમાં આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં હાઈકોર્ટે તેને આજીવન કેદમાં ફેરવી હતી. આરોપી વર્ષ 2014માં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 12 વર્ષથી પોલીસને ચકમો આપતો રહ્યો હતો.

તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી કે આરોપીએ વર્ષ 2017માં પોતાનું નામ બદલી ‘સંજય’ રાખ્યું હતું અને ન્યૂ રાણીપ વિસ્તારમાં બીજી પત્ની અને બાળકો સાથે રહેતો હતો. સાથે જ પ્રહલાદનગર વિસ્તારમાં ભાડે ઓફિસ રાખી ફાઇનાન્સ અને લોનના ધંધા સાથે સંકળાયેલો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીની નવી ઓળખ અને ઠેકાણું શોધી આખરે તેની ધરપકડ કરી છે. હવે ફરાર દરમિયાન આરોપીએ અન્ય કોઈ ગુનાખોરી આચરી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com