Get News Alerts

Never miss breaking news updates.

ખેડા SOGની મોટી કાર્યવાહી: નડિયાદમાં 30 લાખના હાથીદાંતના ગિફ્ટ આર્ટિકલ સાથે મહિલા ઝડપાઈ

નડિયાદ: ખેડા એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નડિયાદ નજીક ડભાણ ચોકડી ખાતે હાથ ધરાયેલી કાર્યવાહીમાં અંદાજે રૂ. 30 લાખના શંકાસ્પદ હાથીદાંતમાંથી બનેલા ગિફ્ટ આર્ટિકલ સાથે એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. માહિતી અનુસાર, ખેડા એસઓજીની ટીમે ડભાણ ચોકડી નીચે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે શંકાસ્પદ મહિલા ત્યાં પહોંચતા જ પોલીસે તેને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી હાથીદાંતમાંથી...
R Gajjar
R GajjarUpdated on: 30 Jun 2026 09:43 PM IST
ખેડા SOGની મોટી કાર્યવાહી: નડિયાદમાં 30 લાખના હાથીદાંતના ગિફ્ટ આર્ટિકલ સાથે મહિલા ઝડપાઈખેડા SOGની મોટી કાર્યવાહી: નડિયાદમાં 30 લાખના હાથીદાંતના ગિફ્ટ આર્ટિકલ સાથે મહિલા ઝડપાઈ

AI Generated Images

નડિયાદ: ખેડા એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નડિયાદ નજીક ડભાણ ચોકડી ખાતે હાથ ધરાયેલી કાર્યવાહીમાં અંદાજે રૂ. 30 લાખના શંકાસ્પદ હાથીદાંતમાંથી બનેલા ગિફ્ટ આર્ટિકલ સાથે એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. માહિતી અનુસાર, ખેડા એસઓજીની ટીમે ડભાણ ચોકડી નીચે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે શંકાસ્પદ મહિલા ત્યાં પહોંચતા જ પોલીસે તેને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી હાથીદાંતમાંથી બનેલા હોવાનું માનવામાં આવતા ગિફ્ટ આર્ટિકલ તેમજ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

વન વિભાગે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી
પોલીસ કાર્યવાહી બાદ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. વન વિભાગના અધિકારીઓએ પ્રાથમિક નિરીક્ષણ દરમિયાન જપ્ત કરાયેલ વસ્તુ હાથીદાંતની હોવાની પુષ્ટિ કરી હોવાનું જાણવા મળ્યું છે.

મહોળેલ ગામની મહિલા સામે કાર્યવાહી
પોલીસ દ્વારા અટકાયત કરાયેલી મહિલા ખેડા જિલ્લાના મહોળેલ ગામની મધુબહેન પ્રદીપભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 106 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સમગ્ર કેસ વન વિભાગને સોંપવામાં આવ્યો છે.

વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગંભીર ગુનો
હાથીદાંતનો વેપાર, સંગ્રહ અને વેચાણ ભારતના વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગંભીર ગુનો માનવામાં આવે છે. વન વિભાગ હવે જપ્ત કરાયેલા આર્ટિકલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા, તેનો ઉપયોગ અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી રહ્યું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com