
Gir Forest Wildlife Crime: એશિયાટિક સિંહોના સંરક્ષણ અને વન સંપત્તિના જતન માટે કટિબદ્ધ વન વિભાગ દ્વારા અસામાજિક તત્વો અને વન્યજીવ સંરક્ષણ ધારાનો ભંગ કરનારાઓ સામે કડક કાનૂની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડીયાની સૂચનાથી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા છેલ્લા 04 માસ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે 75 ગુના નોંધી કુલ રૂ.13.30 લાખથી વધુનો દંડ વસૂલાયો છે....

અમદાવાદ ઝોન-7 LCBએ વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી 1.823 કિલોગ્રામ વ્હેલની ઉલટી (એમ્બરગ્રિસ) સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 1.82 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ LCBને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો પ્રતિબંધિત એમ્બરગ્રિસના ગેરકાયદે વેપાર માટે સોદો કરવા પહોંચવાના છે.

નડિયાદ: ખેડા એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નડિયાદ નજીક ડભાણ ચોકડી ખાતે હાથ ધરાયેલી કાર્યવાહીમાં અંદાજે રૂ. 30 લાખના શંકાસ્પદ હાથીદાંતમાંથી બનેલા ગિફ્ટ આર્ટિકલ સાથે એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. માહિતી અનુસાર, ખેડા એસઓજીની ટીમે ડભાણ ચોકડી નીચે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે શંકાસ્પદ મહિલા ત્યાં પહોંચતા જ પોલીસે તેને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી હાથીદાંતમાંથી...