દેશના ટોપ-5 શ્રેષ્ઠ સાંસદોમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકનો સમાવેશ, રાષ્ટ્રીય સર્વેક્ષણમાં મળી મોટી સિદ્ધિ


AI Generated Images
દેશના ટોપ-5 શ્રેષ્ઠ સાંસદોમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકનો સમાવેશ, રાષ્ટ્રીય સર્વેક્ષણમાં મળી મોટી સિદ્ધિ


AI Generated Images
અમદાવાદ: રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. 'શ્રેષ્ઠ સાંસદ 2026' માટે કરવામાં આવેલા રાષ્ટ્રીય સર્વેક્ષણમાં તેમનો દેશના ટોપ-5 શ્રેષ્ઠ સાંસદોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ રાષ્ટ્રીય સર્વેક્ષણ કેમ ઇન્ડિયા-એશિયા પોસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંસદ સભ્યોની સંસદીય હાજરી, ચર્ચાઓમાં સક્રિય ભાગીદારી, લોકઉપયોગી પ્રશ્નો ઉઠાવવાની કામગીરી તેમજ અસરકારક નેતૃત્વ જેવા વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ વર્ષે પ્રથમ વખત આ સર્વેક્ષણમાં રાજ્યસભાના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં મયંકભાઈ નાયકે પોતાના સક્રિય અને અસરકારક સંસદીય કાર્યથી દેશભરમાં આગવી ઓળખ બનાવી છે.
ગુજરાતના વિવિધ જનહિતના પ્રશ્નોને સંસદમાં મજબૂતાઈથી રજૂ કરવા, લોકોના મુદ્દાઓને પ્રાથમિકતા આપવા અને સકારાત્મક નેતૃત્વ દર્શાવવા બદલ તેમને આ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ માત્ર મયંકભાઈ નાયક માટે જ નહીં, પરંતુ ગુજરાત માટે પણ ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.




