દેશના ટોપ-5 શ્રેષ્ઠ સાંસદોમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકનો સમાવેશ, રાષ્ટ્રીય સર્વેક્ષણમાં મળી મોટી સિદ્ધિ
અમદાવાદ: રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. 'શ્રેષ્ઠ સાંસદ 2026' માટે કરવામાં આવેલા રાષ્ટ્રીય સર્વેક્ષણમાં તેમનો દેશના ટોપ-5 શ્રેષ્ઠ સાંસદોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ રાષ્ટ્રીય સર્વેક્ષણ કેમ ઇન્ડિયા-એશિયા પોસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંસદ સભ્યોની સંસદીય હાજરી, ચર્ચાઓમાં સક્રિય ભાગીદારી, લોકઉપયોગી પ્રશ્નો ઉઠાવવાની કામગીરી તેમજ અસરકારક નેતૃત્વ જેવા વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું...
Rupin Bakraniya