જૂનાગઢમાં ડી-સ્ટાફના 5 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી, તોડબાજીના આક્ષેપ બાદ તાત્કાલિક બદલી

જૂનાગઢ: જૂનાગઢ પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન થયેલી ગંભીર ગેરરીતિના આક્ષેપોને પગલે પાંચ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ તાત્કાલિક અસરથી બદલી કરી હોવાનું સામે આવ્યું છે. ગોકુલેશ ગૌશાળા નજીક જુગારધામ પર દરોડો મળતી માહિતી મુજબ, બી-ડિવિઝન પોલીસની ટીમે ગોકુલેશ ગૌશાળા નજીક ચાલતા હોવાનું કહેવાતા જુગારધામ પર દરોડો...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

જૂનાગઢ: જૂનાગઢ પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન થયેલી ગંભીર ગેરરીતિના આક્ષેપોને પગલે પાંચ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ તાત્કાલિક અસરથી બદલી કરી હોવાનું સામે આવ્યું છે.

ગોકુલેશ ગૌશાળા નજીક જુગારધામ પર દરોડો
મળતી માહિતી મુજબ, બી-ડિવિઝન પોલીસની ટીમે ગોકુલેશ ગૌશાળા નજીક ચાલતા હોવાનું કહેવાતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન આશરે રૂ. 1 લાખનો મુદ્દામાલ મળ્યો હોવાની માહિતી છે. જોકે, આ કાર્યવાહી બાદ સરકારી રેકોર્ડમાં માત્ર રૂ. 16 હજારનો મુદ્દામાલ દર્શાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા. બાકીની રકમ અંગે પણ ગંભીર સવાલો ઉઠ્યા હતા.

મકાન માલિક પાસેથી પણ નાણાં માંગ્યાનો આક્ષેપ
આ મામલામાં વધુ એક ગંભીર આક્ષેપ એવો છે કે જુગારધામ માટે ઉપયોગમાં લેવાયેલી જગ્યા ધરાવતા મકાન માલિક સામે કાર્યવાહી ન કરવા અથવા તેનું નામ ફરિયાદમાં ન આવે તે માટે નાણાંની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના ધ્યાને આવતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વિભાગીય સ્તરે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાંચ કર્મચારીઓની તાત્કાલિક બદલી
ફરજમાં બેદરકારી અને સામે આવેલા આક્ષેપોને પગલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ સાથે સંકળાયેલા પાંચ પોલીસકર્મીઓની તાત્કાલિક અન્ય સ્થળે બદલી કરવામાં આવી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ સામે જ લેવાયેલી આ કાર્યવાહીથી જૂનાગઢ પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર મામલે વિભાગ દ્વારા આગળની તપાસમાં વધુ હકીકતો સામે આવે તેવી શક્યતા છે.