જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી: દાતાર રોડ પરથી દેશી પિસ્ટલ અને કારતૂસ સાથે શખ્સની ધરપકડ


AI Generated Images
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી: દાતાર રોડ પરથી દેશી પિસ્ટલ અને કારતૂસ સાથે શખ્સની ધરપકડ


AI Generated Images
જૂનાગઢ: જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે સફળ કાર્યવાહી કરીને ગેરકાયદેસર હથિયાર સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને જીવંત કારતૂસ મળી આવતા પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે જૂનાગઢના નીચલા દાતાર વિસ્તારમાં રહેતો પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ મુનીર કાળુભાઈ બ્લોચ (મકરાણી) દાતાર રોડ પર પંચેશ્વર તરફ જતાં નવા પુલ પાસે હથિયાર સાથે ઉભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને ઘેરી લીધો હતો.
પોલીસે તેની અંગજડતી લેતા તેના નેફામાંથી એક દેશી બનાવટની પિસ્ટલ અને એક જીવંત કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે આ હથિયાર તેને તેના માસા રફીકભાઈ ઓસમાણભાઈ બ્લોચે સાચવવા માટે આપ્યું હતું. આરોપીની ધરપકડ કરીને હથિયાર કયા સ્ત્રોતથી આવ્યું અને તેના પાછળ અન્ય કોઈ નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.




