જૂનાગઢ: જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે સફળ કાર્યવાહી કરીને ગેરકાયદેસર હથિયાર સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને જીવંત કારતૂસ મળી આવતા પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે જૂનાગઢના નીચલા દાતાર વિસ્તારમાં રહેતો પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ મુનીર કાળુભાઈ બ્લોચ (મકરાણી) દાતાર રોડ...