જંબુસરના ડાભા ગામમાં દીપડાનો આતંક, 5 બકરાં બાદ હવે પાડાનો શિકાર

Jambusar Leopard Attack: જંબુસર તાલુકાના ડાભા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર અને પશુઓ પરના હુમલાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુઓ પર હુમલાની શ્રેણીમાં વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દીપડાએ તબેલામાં બાંધેલા પાડાનો શિકાર કર્યો હોવાની માહિતી મળી છે. મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં પાડાનો શિકાર મળતી માહિતી મુજબ, ડાભા ગામના રહીશ મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં બાંધેલા...
Rupin Bakraniya
Rupin Bakraniya
જંબુસરના ડાભા ગામમાં દીપડાનો આતંક, 5 બકરાં બાદ હવે પાડાનો શિકારજંબુસરના ડાભા ગામમાં દીપડાનો આતંક, 5 બકરાં બાદ હવે પાડાનો શિકાર

Jambusar Leopard Attack: જંબુસર તાલુકાના ડાભા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર અને પશુઓ પરના હુમલાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુઓ પર હુમલાની શ્રેણીમાં વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દીપડાએ તબેલામાં બાંધેલા પાડાનો શિકાર કર્યો હોવાની માહિતી મળી છે.

મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં પાડાનો શિકાર
મળતી માહિતી મુજબ, ડાભા ગામના રહીશ મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં બાંધેલા પાડા પર રાત્રિના સમયે દીપડાએ હુમલો કર્યો હતો. સવારે માલિક તબેલામાં પહોંચ્યા ત્યારે ઘટનાની જાણ થઈ હતી. આ બનાવ બાદ આસપાસના પશુપાલકોમાં પણ ચિંતા ફેલાઈ છે.

અગાઉ 4થી 5 બકરાં પર કર્યો હતો હુમલો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડાભા ગામમાં દીપડાની સક્રિયતાનો આ પ્રથમ બનાવ નથી. અગાઉ પણ તોશીફભાઈના તબેલામાં ઘૂસીને દીપડાએ 4થી 5 બકરાં પર હુમલો કરી તેમનો શિકાર કર્યો હતો. વારંવાર પશુઓ પર હુમલાની ઘટનાઓ સામે આવતાં પશુપાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વન વિભાગ સામે ગ્રામજનોમાં રોષ
ગ્રામજનોના જણાવ્યા મુજબ, સીમ વિસ્તાર તેમજ રહેણાંક વિસ્તાર નજીક દીપડાની અવરજવર વધી રહી છે. જેના કારણે પશુઓની સાથે માનવજીવનની સુરક્ષા અંગે પણ ચિંતા ઉભી થઈ છે. ગ્રામજનો અને પશુપાલકોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દીપડાને પાંજરે પૂરવાની માંગ
ડાભા ગામના ગ્રામજનોએ દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવવાની માંગ કરી છે. વારંવાર પશુઓ પર હુમલા થઈ રહ્યા હોવાથી વહેલી તકે દીપડાને પાંજરે પૂરી ગ્રામજનોમાં વ્યાપેલો ભય દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.