નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠક, વિવિધ વિભાગોની કામગીરીની કરી સમીક્ષા

ગાંધીનગર: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દિવસભર વિવિધ વિભાગો સાથે મેરેથોન સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ચાલી રહેલી યોજનાઓ, તેમના અમલીકરણ અને કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોની યોજનાઓ અને અમલીકરણ પર ચર્ચા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ, ટુરીઝમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ઉદ્યોગ વિભાગ સાથે અલગ-અલગ સમીક્ષા બેઠક...
Rupin Bakraniya
Rupin Bakraniya
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠક, વિવિધ વિભાગોની કામગીરીની કરી સમીક્ષાનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠક, વિવિધ વિભાગોની કામગીરીની કરી સમીક્ષા

ગાંધીનગર: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દિવસભર વિવિધ વિભાગો સાથે મેરેથોન સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ચાલી રહેલી યોજનાઓ, તેમના અમલીકરણ અને કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

વિવિધ વિભાગોની યોજનાઓ અને અમલીકરણ પર ચર્ચા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ, ટુરીઝમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ઉદ્યોગ વિભાગ સાથે અલગ-અલગ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકોમાં વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી વિવિધ યોજનાઓની પ્રગતિ, કામગીરી અને આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તેમજ યોજનાઓના અમલીકરણમાં કોઈ અડચણ ન રહે તે અંગે પણ બેઠકમાં જરૂરી ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ અંગે પણ ચર્ચા
ગૃહ વિભાગ સાથેની બેઠક દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ ચાલી રહેલી વિવિધ તપાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા તથા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

કામગીરીની સતત સમીક્ષા પર ભાર
દિવસભર ચાલેલી આ મેરેથોન બેઠકોમાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા સાથે આગામી દિવસોમાં યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.