Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન

ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર ખાલી પડનારી બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. હાલ રાજ્યસભાના ચાર સભ્યોનો કાર્યકાળ 21 જૂન 2026ના રોજ પૂર્ણ થવાનો હોવાથી આ બેઠકો ભરવા ચૂંટણી યોજાશે. જે સભ્યોની મુદત પૂર્ણ થઈ રહી છે તેમાં રામભાઈ હરજીભાઈ મોકરીયા, અમીન નરહરી હીરાભાઈ, ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી અને શ્રીમતી રમીલા બેચરભાઈ બારાનું નામ સામેલ છે.
R Gajjar
R GajjarUpdated on: 22 May 2026 06:45 PM IST
ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાનગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન

ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર ખાલી પડનારી બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. હાલ રાજ્યસભાના ચાર સભ્યોનો કાર્યકાળ 21 જૂન 2026ના રોજ પૂર્ણ થવાનો હોવાથી આ બેઠકો ભરવા ચૂંટણી યોજાશે. જે સભ્યોની મુદત પૂર્ણ થઈ રહી છે તેમાં રામભાઈ હરજીભાઈ મોકરીયા, અમીન નરહરી હીરાભાઈ, ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી અને શ્રીમતી રમીલા બેચરભાઈ બારાનું નામ સામેલ છે.

ચૂંટણી પંચના જાહેર કાર્યક્રમ મુજબ 1 જૂન 2026ના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી છે, જ્યારે 9 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન રહેશે. રાજ્યસભાની આ ચૂંટણી માટે 18 જૂન 2026ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ત્યારબાદ એ જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 22 જૂન 2026 સુધી પૂર્ણ કરવામાં આવશે.

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીએ જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રકારની વહીવટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યસભાની આ ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધવાની શક્યતા છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને લઈને ચર્ચાઓ તેજ બની રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com