ધોળકામાં ફેક જ્વેલર્સના નામે ₹3.90 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ, પિતા-પુત્ર ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ધોળકામાં ફેક જ્વેલર્સના નામે ચલાવવામાં આવતી કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે ધનશ્યામ સોની અને તેમના પુત્ર યશ સોનીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ સોના-ચાંદીના વેપારમાં ઊંચો નફો અપાવવાની લાલચ આપી આશરે 40 જેટલા લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા. ત્યારબાદ રોકાણકારો પાસેથી અંદાજે ₹3.90...
Rupin Bakraniya
Rupin Bakraniya
ધોળકામાં ફેક જ્વેલર્સના નામે ₹3.90 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ, પિતા-પુત્ર ઝડપાયાધોળકામાં ફેક જ્વેલર્સના નામે ₹3.90 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ, પિતા-પુત્ર ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ધોળકામાં ફેક જ્વેલર્સના નામે ચલાવવામાં આવતી કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે ધનશ્યામ સોની અને તેમના પુત્ર યશ સોનીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ સોના-ચાંદીના વેપારમાં ઊંચો નફો અપાવવાની લાલચ આપી આશરે 40 જેટલા લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા. ત્યારબાદ રોકાણકારો પાસેથી અંદાજે ₹3.90 કરોડથી વધુની રકમ ઉઘરાવવામાં આવી હતી.

રોકાણકારોએ પોતાની મૂડી પરત માંગતાં આરોપીઓએ રકમ પરત ન આપતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ પીડિતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ હાલ આરોપીઓ પાસેથી મેળવેલી રકમ, મિલકતો તેમજ અન્ય આર્થિક વ્યવહારોની તપાસ કરી રહી છે. આ ઉપરાંત સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા ગેંગની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) ઓમપ્રકાશ જાટે પણ કાર્યવાહી અંગે માહિતી આપી હતી.