
BJP Protest Outside Gujarat Congress Office: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય બહાર મંગળવારે રાજકીય માહોલ ગરમાયો હતો. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર થયેલા વિરોધના મુદ્દે ભાજપ દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પાલડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આજે સવારે ગુજરાત કોંગ્રેસે પોતાના પ્રદેશ પ્રમુખના...

અમદાવાદના પાલડી વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીના ઘરે થયેલી રૂ.49 લાખની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. ઘરકામ કરતો શખ્સ જ ચોરીનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી રૂ.26.17 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓ હાલ ફરાર છે.

અમદાવાદના પાલટી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ થયુ હતુ. જેના કારણે બે જૂથો સામ સામે આવી ગયા હતા. પાલડી અને ગાંધીનગર હાઈવે સ્થિત બસ સ્ટેન્ડ પેટ્રોલ પંપની બાજુમાં લઘુશંકા કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ જોતજોતામાં કોમી આંતરજૂથ અથડામણું રુપ લઈ લીધુ હતુ. જેના કારણે બે પક્ષો હથિયાર વડે આમને સામને આવી ગયા હતા.