જન્મદિવસે પણ જનસેવામાં વ્યસ્ત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, દિવસભર યોજી સમીક્ષા બેઠકો

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી કરતાં વધુ જનસેવાને પ્રાથમિકતા આપતા સમગ્ર દિવસ સરકારી કામગીરીમાં વ્યસ્ત રહી એક અનોખો સંદેશ આપ્યો હતો. તેમણે દિવસની શરૂઆત રાજ્ય મંત્રીમંડળની બેઠકથી કરી હતી અને ત્યારબાદ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી....
Rupin Bakraniya
Rupin Bakraniya
જન્મદિવસે પણ જનસેવામાં વ્યસ્ત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, દિવસભર યોજી સમીક્ષા બેઠકોજન્મદિવસે પણ જનસેવામાં વ્યસ્ત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, દિવસભર યોજી સમીક્ષા બેઠકો

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી કરતાં વધુ જનસેવાને પ્રાથમિકતા આપતા સમગ્ર દિવસ સરકારી કામગીરીમાં વ્યસ્ત રહી એક અનોખો સંદેશ આપ્યો હતો. તેમણે દિવસની શરૂઆત રાજ્ય મંત્રીમંડળની બેઠકથી કરી હતી અને ત્યારબાદ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ દરમિયાન જનહિત અને જનસુવિધા સંબંધિત યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં આવે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી ગિફ્ટ સિટીની મુલાકાત લઈને ચાલી રહેલા તેમજ પ્રગતિ હેઠળના વિવિધ ફ્લેગશિપ પ્રોજેક્ટ્સની સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી. વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમણે વિકાસ કાર્યોની પ્રગતિ અંગે માહિતી મેળવી અને સમયસર કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતા.

મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ અનેક અગ્રણીઓએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી. સૌએ ગુજરાતના સર્વાંગી વિકાસમાં તેમના સતત યોગદાનની પ્રશંસા સાથે શુભેચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિવસને ઉજવણી સુધી મર્યાદિત ન રાખતા જનસેવા અને વિકાસલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપીને ફરી એકવાર કર્તવ્યનિષ્ઠ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.