પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના શપથ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર



પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના શપથ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર



Bhupendra Patel at Suvendu Adhikari Oath Ceremony: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારીના શપથ વિધિ સમારોહમાં સહભાગી થયા હતા. તેમણે નવનિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને દિશાદર્શનમાં ભાજપા શાસિત બધા જ રાજ્યો વિકાસ, ગુડ ગવર્નન્સ અને જન કલ્યાણના નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે હવે પશ્ચિમ બંગાળ પણ આ વિકાસયાત્રામાં સહભાગી થયું છે તેનો મુખ્યમંત્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ પશ્ચિમ બંગાળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નવ નિયુક્ત મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં હવે "સોનાર બાંગ્લા" નો સંકલ્પ સાકાર કરશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તેમણે પશ્ચિમ બંગાળ વિકાસ, શાંતિ, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ પણ પાઠવી હતી.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



