ભાવનગર લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી રઈસ ઝડપાયો!, SMCને મળી મોટી સફળતા



AI Generated Images
ભાવનગર લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી રઈસ ઝડપાયો!, SMCને મળી મોટી સફળતા



AI Generated Images
Bhavnagar Laththa Kand Main Accused Rais Arrested: ભાવનગરમાં સામે આવેલા લઠ્ઠાકાંડમાં તપાસ કરી રહેલી SMCને મોટી સફળતા મળી હોવાની માહિતી સામે આવી છે. લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી રઈસ ઝડપાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. રઈસને મધ્યપ્રદેશથી ભાવનગર લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી છે. ભાવનગર નકલી દારૂકાંડનો મુખ્ય આરોપી રઈસ ઝડપાયો, મુખ્ય આરોપી રઈસને SMCએ ઈન્દોરથી ઝડપી પાડ્યો. આરોપીને ઇન્દોરથી ભાવનગર લાવવામાં આવી રહ્યો છે.
મુખ્ય આરોપી રઈસ ઝડપાયો
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય આરોપી તરીકે સામે આવેલા રઈસને મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે તેને ભાવનગર લાવીને સમગ્ર કાંડ અંગે પૂછપરછ કરવામાં આવશે.
વધુ આરોપીઓની ધરપકડની શક્યતા
મળતી માહિતી મુજબ, રઈસ સાથે સંકળાયેલા અન્ય લોકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મોડીરાત સુધીમાં રઈસ સહિત અંદાજે 13થી 14 લોકોની ધરપકડ થઈ શકે તેવી માહિતી સામે આવી છે. જોકે, ધરપકડ અંગેની સત્તાવાર વિગતો તપાસ એજન્સીઓ તરફથી જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.
અત્યાર સુધી 5 લોકોના મોત
લઠ્ઠાકાંડ બાદ ભાવનગરમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી 5 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી હોવાનું જણાવાયું છે. બીજી તરફ કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ગંભીર દર્દીઓની સારવાર ચાલી રહી હોવાથી મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસનો ધમધમાટ તેજ
આ ઘટનાને પગલે પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓએ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે. મુખ્ય આરોપીની પૂછપરછ બાદ લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે સપ્લાય કર્યો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે અંગે વધુ મહત્વની વિગતો સામે આવી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




